કચરા ભેગો પડેલો માણસ સૌ ગાંડો સમજતાં હતા પરંતુ સત્ય સામે આવ્યુ તો સૌ કોઈ..
આ જગતમાં કહેવાય છે ને કે આંખો જોયેલું હમેશા સત્ય જ હોય છે! જીવનમાં અનેક દુઃખ આવે છે અને આ જ પરિસ્થિતિ દરમિયાન એવી પરિસ્થિતિઓ સર્જાય છે કે, આપણે ક્યારે સપનામાં નાં વિચાર્યું હોય. હાલમાં જ એક ખૂબ જ કરુણ પ્રસંગ બન્યો જેમાં એક વ્યક્તિ ઘણા સમય થી કચરામ રખડતો હતો અને લોકો તેને પાગલ સમજતા હતા પરંતુ વાસ્તવમાં તે પાગલ ન હતો. તમે સત્ય ઘટના જાણીને ચોકી જશો.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, આ વાત છે એક માણસ ની જે છ મહિના ની કચરા ના ઢેર માં રહેતો હતો. અને લોકો તેને પાગલ સમજતા હતા.આમ પણ કહેવાય છે ને કે, આપણે પારકા નું દુઃખ સમજી નથી શકતા.જીવનમાં દુઃખો ઘણા આવે જે માણસ ને બદલી નાખે છે અને આવી પરિસ્થિતિમાં માં જે પસાર થાય એનું જીવન ખૂબ જ સઘર્ષમય હોય છે. આમ પણ જે હકીકતમાં હોય તે જરૂરી નથી કે તેવું જ હોય.
વાત જાણે એમ છે કે એક વ્યક્તિ છ મહિના થી કચરામાં પડ્યો હતો. ઘણા સમય થી તેને કઈ ખાધું પીધું ન હતું. લોકો ત્યાંથી નીકળતા અને આ માણસ ને પાગલ સમજી ને લોકો ત્યાંથી નીકળી જતા હતા. કોઈ તેની વાત સાંભળતું ન હતું. એક યુવકની તેના પર નજર પડી અને તેને આ વ્યક્તિ સાથે વાત કરી જાણવા મળ્યું કે, માણસ ના માતા પિતાનું મૃત્યુ થઇ ગયું છે. અને તેના લીધે તેનું માનસિક સંતુલન બગડી ગયું છે.
આ વાતની ખબર પડતા પેલા યુવક એ આ પાગલ માણસ ને હોસ્પિટલ માં દાખલ કરાવ્યો અને પછી વ્યક્તિ સાથે વાત વ ચિત કરી ત્યારે એમને ખબર પડી કે એમનું નામ વિકાસ યાદવ હતું. અને કંપની પોતાનો કચરો જે જગ્યા એ ઠાલવે છે તે જગ્યા એ તે મળ્યો છે. વિકાસ ને કઈ ખાસ યાદ ન હતું પણ તેની પાસે થી અમુક અંગ્રેજી શબ્દો સાંભળવા મળ્યા અને એક નંબર તેને યાદ હતા.
પછી પેલા યુવક એ આ નંબર ઉપર વીડિઓ કોલ કર્યો. આ નંબર વિકાસના ફૂવા નો હતો પછી વિકાસના ફૂવા એ જણાવ્યું કે વિકાસ ના માંતા પિતા ના મોત પછી તે એકલો પડી ગયો અને માનસિક સંતુલન ગુમાવી બેઠો તેનો ઈલાજ ચાલુ જ હતો પણ અચાનક તે એક દિવસ ગાયબ થઇ ગયો, અને આજે મળ્યો. પછી વિકાસ ને પેલા યુવક એ તેના પરિવાર સુધી પહોચાડી દીધો. થોડી મહેનત લાગી પણ આ એક ખુબ જ સારું કામ કર્યું પેલા યુવક એ.ખરેખર આ ઘટના પરથી આપણને એ શીખવા મળે છે કે, જીવનમાં માનવતા શ્રેષ્ઠ છે. કોઈ વ્યક્તિ ક્યારેય એકલો પડી જાય તેનો આધાર બનવું અને સમજવાની કોશિશ કરવી.