મજુરો ના મળતા 12 પાસ ખેડૂતે દવાના છંટકાવ અને થ્રેસર મશીન બનાવ્યું ખાસિયતો જાણીને…
હાલ આપ સૌ જાણો છો છેલ્લા ૨ વર્ષથી કોરોના વાઇરસ ના કારણે વધારે પ્રમાણમાં માણસો ભેગા કરવાની મનાઈ છે, અને જો વધારે પ્રમાણમાં માણસો એકઠા થાય તો કલમ ૧૪૪ લગાડવામાં આવી હતી. તેથી તમામ પ્રકારના કાર્યો માં ખુબજ મુશેકલી પડતી હોઈ છે. પંરતુ દરેક મુશ્કેલી નો ઉપાય હોઈ છે.
તેવીજ એક વાત કરીએ તો એરવાડા ના ખેડૂતો ખેતર માં દવા છંટકાવ માટે હાલ લોકડાઉન ના પગલે વધારે પ્રમાણમાં મજુર એકઠા કરવાની મનાઈ ના કારણે તે લોકોએ દવાના છંટકાવ માટે થ્રેસર મશીન બનાવ્યું છે. તેના કારણે મજુરો નું કામ સરળ થાય, મહત્વની વાત તો એ છે કે આ થ્રેસર મશીન ૧૨ ચોપડી ભણેલા ખેડૂતે મજુરો વગર ઓટોમેટિક મશીનની શોધ કરી ક્રાંતિ સર્જી છે. જેમાં આ ખેડૂતે કાલા વીણવાનું મશીન, પાવણીયો, ખાલા પુરવાનું મશીન મોટર સાઇકલ પર દવા છાંટવાનો પંપ અને થ્રેસર મશીનની શોધ કરી ખેડૂતોનું કામ સરળ કરી દીધું છે.
આ મશીનોની ખાસિયત ની વાત કરીએ તો સામાન્ય રીતે મજુર એક કલાક માં એક મણ કાલા વીણી શકે છે. જયારે આ મશીનથી કલાકમાં ૩ થી ૪ વીઘા વિસ્તારના કાલા વીણી શકાય છે. કૃષિ ક્ષેત્રે આ નવી ક્રાંતિકારી શોધ કરી એરવાડા ના ખેડૂતોએ ખુબજ નામના મેળવી છે.
દેશના ઇનોવેટીવ ખેડૂતો ની વાત કરીએ તો દેશના ૨૪ ઇનોવેટીવ ખેડૂતો માં નટુભાઈ વઢેરે અત્યાર સુધીમાં સુર્ષ્ટિ એવોર્ડ,સરદાર પટેલ એવોર્ડ, રાષ્ટ્રપતિ એવોર્ડ સહિતના ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે.મહત્વની વાત તો એ છે કે નટુભાઈ વઢેરેને ભારત સરકારના કૃષિ વિભાગમાં નોન ઓફીશીયલ પોસ્ટમાં બે શ્રેષ્ઠ ઇનોવેટીવ ખેડૂતોની પસંદગીમાં રાજ્યના કુલ ૨૪ ઇનોવેટીવ ખેડૂતમાં સામેલ થયા બાદ રાજ્યના અવ્વલ ખેડૂતોનું બિરુદ મળ્યું છે. ઉપરોક્ત આવા ખેડૂતો દેશ માં કૃષિ ક્ષેત્રે ક્રાંતિ લાવનાર ને સમ્માન છે.