આ છે ગુજરાત ના બટેટા કીંગ !સરકારી નોકરી છોડી બેટેટા નો ધંધો ચાલુ કર્યો અને આજે એવી કંપની…
મિત્રો કેહવામાં આવે છે કે જ્યારે માણસ સાચ્ચી નિષ્ઠા અને પૂરી મેહનતથી કામ કરે તો તેવા વ્યક્તિ માટે કોઈ મુકામ મેળવવું અઘરું નથી હોતું. આવી સફળતા પ્રાપ્ત કરવાના તમે અનેક એવા કિસ્સાઓ સાંભળ્યા જ હશે જેમાં કોઈ વ્યક્તિ પોતાની મેહનત અને બુધિથી પોતાનું એક ચોક્કસ મુકામ હાંસલ કરે છે. એવામાં આ લેખના માધ્યમથી અમે ગુજરાતના એક એવા વ્યક્તિ વિશે જણાવના છીએ જેને ‘બેટેટા કિંગ’ નાં બિરુદથી ઓળખવામાં આવે છે.
બનાસકાંઠા જીલ્લામાં આવેલ ડાંગીયા ગામની આ વાત છે જ્યાં પર્થીવભાઈ ચૌધરી નામના વ્યક્તિએ એક અલગ જ રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે પર્થીવભાઈ વર્ષ ૧૯૮૧માં ગુજરાત પોલીસમાં એસઆઈ તરીકે ફરજ માટે જોડાયા હતા જે પછી તેઓ વર્ષ ૨૦૧૫માં મેહસાણાના ડીએસપી પદથી રીટાયર થયા હતા. એવામાં જ્યારે પર્થીવભાઈને જયારે પણ નોકરી પરથી રજા મળતી તો તેઓ બટેટાની ખેતી પર રીસર્ચ અને શોધ કરતા હતા.
એવામાં જ્યારે પર્થીવભાઈ રીટાયર થયા તો તેણે બટેટાની ખેતી કરવાની ઈચ્છા જગાવી. શરુઆતમાંમાં પર્થીવભાઈએ પોતાની પાંચ એકડ જમીન પર બટેટાની ખેતી શરુ કરી હતી, આ ખેતીમાં ઉત્પાદન અને સારો નફો પ્રાપ્ત થયો હતો જેથી તેઓએ વધુ જમીનમાં બેટેટાનું ઉત્પાદન કરવાનું વિચારીને આસપાસની જમીનની પણ ખરીદી શરુ કરી હતી. હાલના સમયમાં જો વાત કરવામાં આવે તો પર્થીવભાઈ ૮૭ એકડ જમીનમાં બેટેટાની ખેતી કરી રહ્યા છે.
પર્થીવભાઈને ફક્ત ગુજરાત રાજ્યમાં જ નહી પણ દેશના ઘણા શેત્રોમાં લોકો ઓળખી રહ્યા છે કારણ કે દેશમાં તેઓ બટેટાના મોટા ઉત્પાદકોમાં તેનું નામ જોડાય છે. તમને જાણતા નવાય થશે કે પર્થીવભાઈ બટેટાનું ઉત્પાદન કરીને લગભગ ૩ કરોડ રૂપિયાથી પણ વધારે કમાણી કરે છે એટલું જ નહી તેઓએ આ બાબતે નેધરલેંડના એક ખેડૂતનો પણ રેકોર્ડ તોડીને પોતનું નામ ફોર્બ્સની લીસ્ટમાં શુમાર કર્યું છે.
જણાવી દઈએ કે પર્થીવભાઈ પોતાની આ ખેતી દ્વારા ૧૬ જેટલા પરિવારને રોજગારી પૂરી પડી રહ્યા છે, તેઓ ફક્ત બટેટા જ નહી હવે તેઓએ મગફળી અને બાજરી જેવા અનાજનું પણ ઉત્પાદન શરુ કર્યું છે. બનાસકાંઠામાં બટેટાનું વધારે ઉત્પાદન થાય છે જેની સાથે લગભગ લાખો ખેડૂતો જોડાયેલ છે. પર્થીવભાઈને જોઈને આપણે એમ પણ કહી શકીએ કે જો માણસ ઈચ્છે તો ગમે તે કરી શકે છે.