EntertainmentGujarat

જ્યારે ધીરૂભાઇએ અંબાણી પહેલીવાર નીતા અંવાણીના ઘરે ફોન કર્યો હતો ત્યારે ગુસ્સામાં ધીરૂભાઇને કહ્યું હતું એવું કે…

નિતા અંબાણી અને ધીરુભાઇ અંબાણીની એક એવી વાત આજે આપણે કરીશું જેના વિશે ભાગ્યે જ કોઈ જાણતું હશે! તમને જાણીને નવાઈ લાગશે કે, ધીરુભાઇ એ પોતાના દીકરા મુકેશ માટે નિતાની પસંદગી કરી હતી અને આ લગ્નની વાત કરવા માટે જ્યારે ધીરુભાઇ એ નિતા અંબાણી ને ફોન કર્યો હતો એ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને રસપ્રદ તેમજ રમુજી છે. ચાલો આ ઘટના અંગે આપને જણાવીએ.

મુકેશ અંબાણી સાથે જ્યારથી લગ્ન કર્યા છે, ત્યારથી ડગલેને પગલે તેઓ તેમના સફળતાના સાથે રહ્યા છે.આજે આપણે તેમના લગ્ન જીવન સાથે જોડાયેલી એક ખાસ વાત વિશે જાણીશું. આપને આ તમામ ઘટનાઓ વિશે વિસ્તુત માહિતી આપીએ.મુકેશ અંબાણી અને નીતા અંબાણીની લવ સ્ટોરી કોઈ ફિલ્મી વાર્તાથી ઓછી નથી. નીતા અંબાણી એક મધ્યમ-વર્ગીય પરિવાર સાથે સંબંધ ધરાવે છે.

કોકિલાબેન અને ધીરુભાઈ અંબાણીએ મુકેશની જીવન સાથી બનાવવા માટે પસંદ કરી હતી. નીતા અંબાણી અને મુકેશ અંબાણીના એરેન્જ્ડ મેરેજ 8 માર્ચ 1985ના રોજ થયા હતા. પરંતુ આ લગ્ન પાછળ એક કહાની છે. હા, એકવાર નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, “તે મુકેશ અંબાણીને કેવી રીતે મળી.” નોંધનીય છે કે તે દરમિયાન નીતા અંબાણીએ કહ્યું હતું કે, “મને મારા સસરા ધીરુભાઈ અંબાણી અને સાસુ કોકિલા બેન એક ડાન્સ ફંક્શનમાં જોવા મળી હતી.

તેમને મારો ડાન્સ ખૂબ પસંદ આવ્યો હતો.”આટલું જ નહીં, નીતા અંબાણીએ આગળ કહ્યું કે તે કાર્યક્રમ પછી તેણે મારા પિતા સાથે પણ વાત કરી અને તે મારા પરિવારના સભ્યો માટે ચોંકાવનારું હતું. સ્વાભાવિક છે કે જ્યારે દેશના આટલા મોટા ઉદ્યોગપતિ મારા ઘરે ફોન કરીને મોટા પુત્ર માટે મારો હાથ માંગે ત્યારે પહેલીવાર આશ્ચર્ય થાય, પરંતુ આ દરમિયાન આગળ નીતા કહે છે કે આ મારા માટે ખુશીની વાત છે.

ધીરૂભાઇએ નીતાને ફોન કર્યો ત્યારે ધીરૂભાઇએ કહ્યું કે “હું ધીરુભાઇ બોલું છું.” ત્યારે ગુસ્સામાં રહેલી નીતાએ કહ્યું “હું એલિઝાબેથ ટેલર બોલું છું.” આટલું બોલીને નીતાએ ફરીવાર ફોન કાપી નાખ્યો હતો. જ્યારે ફોન આવ્યો ત્યારે નીતાએ તેના પિતા રવીન્દ્રભાઇ દલાલને કહ્યું કે કોઇ આ રીતે ધીરુભાઈ અંબાણીનું નામ લઇને ફોન કરી રહ્યું છે. તમે હવે ફોન ઉઠાવો. રવીન્દ્રભાઇએ જ્યારે ફોન ઉઠાવ્યો અને તેમને હકીકતની જાણ થઇ કે તે ફોન ખરેખર ધીરુભાઈ અંબાણીનો જ હતો ત્યારે તેમને નીતાને સમજાવી અને કહ્યું કે આ રિલાયન્સના માલિક ધીરુભાઈ અંબાણીનો જ ફોન છે.

નિતાના લગ્ન વિશે ટેન્શન એ હતું કે લગ્ન પછી મારે નોકરી ન ગુમાવવી જોઈએ. તે જ સમયે, ખબર છે કે આવી સ્થિતિમાં નીતા અંબાણીએ ધીરુભાઈ અને કોકિલાબેન સામે મુકેશ અંબાણીની સાથે લગ્ન કરવાની શરત મૂકી હતી. વાસ્તવમાં, નીતા અંબાણી એક શાળામાં શિક્ષિકા હતી અને તેને શાળામાં ભણાવવા માટે દર મહિને 800 રૂપિયા મળતા હતા, સાથે જ નીતા અંબાણીને પણ ડાન્સમાં ખૂબ જ રસ હતો અને તે ભરતનાટ્યમમાં પણ નિપુણ હતી. આવી સ્થિતિમાં નીતા અંબાણીએ સાસરિયાં સામે એક શરત મૂકી કે જો તેમને આ કામ કરવા દેવામાં આવશે. પછી તે લગ્ન કરશે. જાણવા મળે છે કે જે બાદ મુકેશ અને તેનો પરિવાર આ શરત માટે રાજી થઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar You can join our whats app group!Click here