પત્નીએ ફિલ્મી અંદાજમાં પતિના મોતનાં કેસને રાખ્યું રહસ્યમય! આવી રીતે કરી પતિની હત્યા કે ત્રણ વર્ષ સુધી પોલીસ ગોથા ખાતી રહી .
કોણ કહે છે કે માત્ર પુરુષો જ પાસે સાતીર દિમાગ હોય છે! આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરીશું જેને પોતાના માસ્ટર માઇન્ડ થી 4 વર્ષ સુધી પોતાના પતિને મોતને રહસ્યમય રાખ્યું. ચાલો આ ઘટના અંગે વધુ જાણીએ. હાલમાં જ દિવ્યભાસ્કરનાં અહેવાલો મુજબ જાણવા મળ્યું છે કે,ઈન્ટરનેશનલ બાઈક-રાઇડર અસબાકની હત્યારી તેની જ પત્ની નીકળી.
સ ઘટના અંગે વધુ જાણીએ તો મૃતકની પત્ની સુમેરાના તેના પતિના ઘણા મિત્રો સાથે આડાસંબંધ હતા. પતિને તેનો ખ્યાલ આવતાં તેણે રસ્તામાંથી હટાવવા માટે ભયાનક કાવતરું ઘડ્યું. અને સુમેરા અને તેના બે મિત્રોએ જૈસલમેરમાં તેની હત્યા કરી દીધી હતી. પતિને દફનાવ્યા પછી તેના એકાઉન્ટમાંથી એક કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે અને આ હત્યાને પોલીસે નેચરલ ડેથ માની લીધું હતું.
આ ઘટના વર્ષ 2018માં બની હતી અને કેસ પણ બંધ કરી દેવામાં આવ્યો છે, પાપનો ઘડો એકવાર ભરાય જાય છે.બન્યું એવું કે, વર્ષ 2020માં એ સમયે એસપી અજય સિંહે ફાઈલ જોઈ ત્યારે એમાં ઘણી ચોંકાવનારી વાતો બહાર આવી હતી. સવાલ એ ઊભો થયો કે ગળા અને કમરના ભાગમાં ઈજા આવી હતી તો રાઈડરે જાતે બાઈક કેવી રીતે સ્ટેન્ડ પર કર્યું? હેલ્મેટને બાઈક પર કેવી રીતે લગાવી? આ સવાલમાં પોલીસ પોતે પણ ગોથાં ખાઈ ગઈ હતી.
આ કેસની તપાસ ફરી શરૂ થઈ ત્યારે કેસ બંધ કરવા માટે પણ 50 લાખ રૂપિયાની ઓફર આપવામાં આવી હતી પણ પોલીસે એવું ના કર્યું.કેસ સોલ્વ કરવામાં એ સમયના એસપી અજય સિંહ (હાલ હનુમાનગઢ), ઈન્સ્પેક્ટર કાંતા સિંહ (હાલ નિવૃત્ત) અને સાયબર પ્રભારી ભીમરાવનો મહત્ત્વનો રોલ છે.મૃતકની પત્ની સુમેરા પરવેઝ અને તેના મિત્રોનાં નિવેદન લેવામાં આવ્યાં હતાં. મિત્રોએ રાઈડરની પત્નીનો પરિચય હોવાની વાત નકારી.
જૈસલમેર આવીને સાઈબર સેલ કોન્સ્ટેબલ ભીમરાવની મદદથી ત્રણેયની કોલ ડિટેલ કઢાવી હતી, જેમાં જાણવા મળ્યું કે સુમેરા તેના રાઈડર પતિના મિત્રો સાથે રાત્રે લાંબી વાતો કરતી હતી. પતિના મોત પછી પણ તે તેના મિત્રો સાથે વાતો કરતી હતી. તપાસમાં ખબર પડી કે સુમેરાનું નીરજ નામની વ્યક્તિ સાથે અફેર હતુ. અથાગ પ્રયત્ન થકી રાજસ્થાન ટીમ સુમેરાની અટકાયત કરીને તેને જૈસલમેર લઈ આવી હતી. હવે પોલીસ તેની પૂછપરછ કરી રહી છે કે તેણે આ મર્ડર કેમ અને કેવી રીતે કર્યું.