કોઈ નથી જાણતુ ! આ ગુજરતી એક્ટર બોલીવુડ મા ધમાલ મચાવી રહ્યો છે. રેસ 3` અને `કમાન્ડો 2`, ફોર્સ 2 ….
ગુજરાતમાં જન્મેલા એવા ઘણા કલાકારો છે, જે આજે ગુજરાતી ફિલ્મો સાથે નથી સંકળાયેલ પરતું આજે ઢોલિવુડમાં તેમનો દબદબો છે. આજે આપણે એક એવા જ સુરતી કલાકાર વિશે જાણીશું, જેમનો જન્મ સુરતમાં થયો છે પરંતુ તેઓ બોલીવુડની ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. આ અભિનેતા એટલે ફ્રેડી દારૂવાલા. તમે કદાચ નામથી જ ઓળખતા હોવ પરતું તેનો ચહેરો જોઈને તેઓ યાદ આવી જ જાય. ચાલો આજે તેમના કારકિર્દીની સફર વિશે જાણીએ.
ફ્રેડી દારુવાલા મૂળ ગુજરાતી છે અને તેમનો જન્મ પારસી પરિવારમાં 12 મે 1984માં થયો હતો. અભિનયમાં પોતાનું કરિયર બનાવવા ઇચ્છતા ફ્રેડી દારૂવાલા વર્ષ 2007માં મુંબઈ આવ્યાં હતાં. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત મોડલિંગથી કરી હતી. ત્યારબાદ `હોલીડે` ફિલ્મથી તેમણે બૉલિવૂડમાં ડેબ્યુ કર્યુ હતું. આ ફિલ્મથી અભિનેતા એટલા લાઈમ લાઈટમાં આવ્યાં કે ત્યાર બાદ તો તેમણે `રેસ 3` અને `કમાન્ડો 2`, ફોર્સ 2 સહિત ગુજરાતી ફિલ્મ `સુર્યાંશ` અને તેલુગુ ફિલ્મમાં પણ પોતાના અભિનયનાં ઓજસ પાથર્યા.
તમને જાણીને નવાઇ લાગશે કે, ફ્રેડીનો ઉછેર મધ્યમ-વર્ગીય પરિવારમાં થયેલો પરતું આપમેળે તેમને પોતાની ઓળખ બનાવી તે બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં માસ્ટર છે.તેમણે ક્રિસ્ટલ વરિયાવા, એક ડૉક્ટર સાથે લગ્ન કર્યા છે અને તેમને 2 પુત્રો છે. આજે તે પોતાનું સુખી લગ્ન જીવન પસાર કરી રહ્યો છે અને આજે પણ અભિનયની દુનિયામાં સક્રિય છે. તેમના ભૂતકાળમાં વધુ એક નજર કરીએ.
ફ્રેડી દારૂવાલા માટે એક્ટિંગ માન છે, શક્તિ છે, તો પ્રેમ પણ છે. અભિનય તેના માટે એક કમાણીનો સ્ત્રોત નહીં પરંતુ એક એવી ખુશી છે જે મારા આત્માને ખુશ કરે છે, મને આત્મસંતોષ આપે છે.ફ્રેડી દારૂવાલાએ ગુજરાતી ફિલ્મ `સુર્યાંશ` માં પણ કામ કર્યુ છે. ઢોલિવુડમાં સારી ફિલ્મ મળે તો તેમાં પણ અભિનય કરી શકે છે. ફ્રેડીએઅક્ષય કુમાર, સલમાન ખાન અને જૉન સાથે કામ કરી પોતાના દમ પર બૉલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ ઉભી કરી છે.
બૉલિવૂડમાં તેમણે દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ તો કર્યુ જ છે, પરંતુ ભવિષ્યમાં તે બિગ બી અમિતાભ બચ્ચન સાથે કામ કરવા માગે છે. આ સાથે જ તેમણે એ પણ જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ અને દીપિકા પાદૂકોણ સાથે પણ તે સ્ક્રીન શેર કરવા ઈચ્છે છે.ફ્રેડી દારૂવાલાએ તેમનો સંપૂર્ણ અભ્યાસ સુરતમાં જ કર્યો છે. અન્ય શહેરમાં મુંબઈ આવી બૉલિવૂડમાં ન માત્ર એન્ટ્રી કરી પરંતુ સારા રોલ મેળવીને લોકોનું દિલ જીતી લીધું. હવે આગામી સમયમાં ફ્રેડી ગુજરાતી, હિન્દી અને તેલૂગુ ભાષામાં કામ કરી ચૂક્યાં છે. આ ઉપરાંત તે હજી વિવિધ ભાષામાં ફિલ્મો કરવા માગે છે.