67 વર્ષના વૃદ્ધ વર્ષે દોઢકરોડ રૂપિયા કમાઈ છે, એક સમયે 20 પશુઓ હતા આજે 250 પશુઓમાંથી રોજ 1000 લીટર દૂધ વેચે..

એક મહિલા ધારે તો કંઈ પણ કરી શકે છે. હાલમાં જ જ 67 વર્ષના વૃદ્ધ મહિલા ખૂબ જ ચર્ચામાં છે.આમ આજના સમયમાં દરેક ક્ષેત્રમાં મહિલા મોખરે છે. આજે મહિલા પોતાના પગભેર આત્મનિર્ભર બની રહી છે. આજે 67 વર્ષના વૃદ્ધ એક સમયે 20 થી 25 પશુઓ દ્વારા દૂધની કમાણી કરતા હતા અને આજે 250 પશુઓની એકલા દેખભાળ રાખે છે અને આજે તેઓ મહિને 8 થી 9 લાખ રૂપિયા કમાઈ છે.

એશિયાની સૌથી મોટી બનાસ ડેરીની હાલમાં યોજાયેલી સાધારણ સભામાં ડેરીમાં સૌથી વધુ દૂધ ભરાવનાર 10 પશુપાલક મહિલાનું સન્માન તેમનું સન્નમાન કરવામાં આવ્યું હતું. આ વૃદ્ધ મહિલા એક કરોડ રૂપિયાની કમાણી કરે છે.રોજનું અત્યારે 1000થી 1200 લિટર દૂધ બનાસ ડેરીની દૂધ મંડળીમાં ભરાવે છે અને મહિને રૂ. 8થી 9 લાખની આવક દૂધના વ્યવસાયમાંથી મેળવે છે અને આ વર્ષ 1 કરોડ 4 લાખ 15 હજારનું દૂધ ભરાવીને એશિયાની મોટી બનાસ ડેરીમાં દૂધ ભરાવવાનો ખિતાબ મેળવી બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી દ્વારા 25 હજાર ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.

દરરોજ સવારે 9.00 કલાકે પશુઓને પ્રેશર ફુવારાથી નવડાવવામાં આવે છે અને તેમને ખુલ્લા વાડામાં રાખવામાં આવે છે એ દરમિયાન શેડની સાફ-સફાઇ કરવામાં આવે છે. પશુઓને દરરોજ લીલો ઘાસચારો મળી રહે એ માટે 5 એકર જમીનમાં લીલું ઘાસ વાવવામાં આવે છે. આટલાં બધાં પશુઓને એકસાથે દોહવા માટે 12થી 15 લોકોનો સ્ટાફ પણ રાખ્યો છે.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here