ભારતનું એક માત્ર એવું, પ્રસાદ રૂપે તીખા મરચાનું અથાણું આપવામાં આવે છે,જાણો તેનું કારણ…

આપણે ત્યાં અનેક પવિત્ર મંદિરો આવેલા છે અને આ દિવ્ય મંદિરોમાં સૌ કોઈ ભાવિ ભક્તો જાય છે. એમ વાત તો સત્ય છે કે, આપણે ત્યાં મંદિર ગયા હોય અને પ્રસાદ લીધા વિના પાંછા ન આવીએ. દરેક મંદિરોમાં પ્રસાદ રૂપે મીઠી વસ્તુ આપવામાં આવે છે પરંતુ ગુજરાતનું એક એવું મંદિર છે જ્યાં તીખા મરચાં આપવામાં આવે છે અને હાલમાં તો શિયાળાની ઋતુમાં વડતાલ ધામમાં આ મરચાનો પ્રસાદ ભાવિભક્તોને આપવામાં આવે છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે,વડતાલ સ્વામિનારાયણ મંદિર જેટલું દેશ વિદેશમાં પ્રસિદ્ધ છે, તેટલું જ ત્યાંનું મરચાનું અથાણું પણ પ્રસિદ્ધ છે. આગામી દિવસોમાં 2200 મણ મરચાંનું અથાણું તૈયાર કરાશે જેમાં 500 મણ તો ભાવનગરનાં લીંબુ હશે અને 1700 મણ મરચાંનો ઉપયોગ કરાશે. જેનો તમામ કારભાર એસોસીએટ્સપૂ.શ્યામવલ્લભ સ્વામી સંભાળી રહ્યાં છે.

મહેસાણી મરચાંનું અથાણું બનાવતા પૂર્વે પ્રથમ ભાવનગરી લીંબુના ટૂકડા કરી તેને હળદર મીઠામાં આથવામાં આવે છે. આ આથેલા લીંબુ ગળી જાય ત્યાર બાદ સિઝનમાં મરચાં આવે એટલે મરચાંને લીંબુ ભેળા આથવામાં આવે છે. બાદમાં તૈયાર થયેલા અથાણાને આકર્ષક બેગમાં પેક કરવામાં આવે છે. ખરેખર ચાલો આ મરચા પાછળ એક રસપ્રદ ઇતિહાસ રહેલ છે.

સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાને પોતાના ભક્તો અને આચાર્ય તેમજ સત્સંગી જીવો માત્ર લખેલ શિક્ષા પત્રિકાને અનુરુપે છે.શિક્ષા પત્રિકામાં લખ્યું છે કે, ભક્તોએ તીર્થ યાત્રાએ જતી વખતે પારકું ભોજન ન ખાવું જોઈએ. આ જ કારણે પહેલા મરચા અને છાસ ભક્તોને આપવામાં આવતી.૯૦ વર્ષ પૂર્વે વડતાલ મંદિરમાં શરૂ થયેલી મરચાં લીંબુના અથાણોની પ્રથા આજે પણ ચાલુ છે.

અગાઉ દડીયામાં મરચા અપાતા હતા જ્યારે આજે આક પેકીંગમાં મળે છે. અગાઉ લીંબુ મરચાં સાથે ગુંદા-કેરી અને બીલા પણ અન્ય અથાણા બનાવમાં આવતા.વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બનતું મરચાનું અથાણું બે કે ત્રણ મહિના પછી તૈયાર થાય છે. તે ફક્ત વડતાલ મંદિરમાંથી જ મળશે. આ અથાણું એકદમ કેમિકલ રહિત હોય છે. પરંપરાગત રીતે બનતું આ અથાણું લાંબા સમય સુધી બગડતું નથી.

Leave a Comment

Gujarati Akhbar You can join our whats app group!Click here