હિમેશ રેશમીયા નુ મુળ વતન ગુજરાત નુ આ ગામ છે ! એક સમયે અઢળક ગીતો સુપરહિટ આપ્યા બાદ….
બોલીવુડના લોકપ્રિય સિંગર એટલે હીમેશ રેશમિયા જેને ખૂબ જ નામના મેળવી છે. તમે તેના જીવન વિશે ખૂબ જ અજાણ હશો.આજે અમે તમને હીમેશ રેશમિયાની સંગીતની સફર તેમજ એ પણ જણાવીશું જે હીમેશ રેશમિયાને ગુજરાત સાથે શું સંબંધ છે? આપણે સૌ કોઈ જાણીએ છે કે, હીમેશ રેશમિયા પોતાના આલ્બમ સોંગ માટે જાણીતો છે અને હાલમાં જ રાનું મંડલના લીધે ચર્ચામાં આવ્યો હતો જેને પોતાની ફિલ્મમાં સિંગર તરીકે સ્થાન આપ્યું હતું.
હીમેશ રેશમિયાને ચલચિત્ર જગતનાં જાણીતા સંગીતકાર, ગાયક અને અભિનેતા છે. સંગીતનિર્દેશક તરીકે ૨૦૦૩માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે. આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી. જો કે ત્યાર પછી આવેલી બે ફિલ્મોને સારો પ્રતિભાવ મળ્યો ન હતો.
ઑગસ્ટ ૨૦૧૦માં એવી ઘોષણા કરવામાં આવી હતી કે હિમેશ રેશમિયાના અંગ્રેજી સંગીત આલ્બમનું ચિત્રીકરણ જાણીતા વિડીઓ દિગ્દર્શક રોમન વ્હાઈટ કરશે અને તેમનો આલ્બમ માર્ચ ૨૦૧૧માં ૧૨૨ દેશોમાં એકસાથે પ્રસિદ્ધ થશે. તેઓ વેમ્બલી અરિના અને એમ્સટરડેમના હેનીકેન સંગીત હોલમાં પ્રદર્શન કરનારા પ્રથમ ભારતીય ગાયક બન્યા હતા.
સંગીતનિર્દેશક બનતાં પહેલા, હિમેશે ઝી ટીવી માટે ‘અમર પ્રેમ’ અને ‘અંદાઝ’ સહિત અનેક ટીવી શ્રેણીઓનું નિર્માણ કર્યુ છે. આ બન્ને શ્રેણીઓનાં ટાઇટલ ગીતમાં પણ તેમણે સંગીત આપ્યું હતું. ઝી ટીવીની સા રે ગ મ પ ચેલેન્જ રાઉન્ડમાં નિર્ણાયક અને સંવર્ધક તરીકે તેમણે કાર્ય કર્યું હતું. ૨૦૦૭ની શ્રેણીમાં તેઓ વિજયી રહ્યા હતા.
હિમેશ રેશમિયાનોનો જન્મ મહારાષ્ટ્રનાં મુંબઈમાં વિપિન રેશમિયા અને મધુ રેશમિયાને ત્યાં થયો હતો. તેઓ મૂળ ગુજરાત રાજ્યના ભાવનગર જીલ્લાનાં મહુવા ગામ સાથે સંબંધ ધરાવે છે. ૨૧ વર્ષની ઉંમરે હિમેશે કોમલ સાથે લગ્ન કર્યા હતા. તેમને સ્વયમ નામે એક પુત્ર છે, જે ૧૯૯૬માં જન્મ્યો હતો.તેમનાં માતા-પિતા સહિત આખું કુટુંબ જાહેર માધ્યમોથી દૂર રહે છે.
નોંધ :- હિમેશ રેશમીયા નુ મુળ વતન wekipida મુજબ મહુવા છે આ ઉપરાંત અન્ય માહિતી મુજબ અમરેલી જીલ્લ ના રાજુલા નુ ગામ ડુંગર પર જાણવા મળ્યુ છે.