Sports

141 kmp સ્પીડ વાળા બોલને બટલરે એવી સિક્સ મારી કે સૌ કોઈ જોતું રહી ગયું…જુઓ વિડીઓ

T20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહી છે. પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમ આમને-સામને છે. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 137 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડને મેચ જીતવા માટે 138 રન બનાવવાની જરૂર છે.

ટાર્ગેટનો પીછો કરી રહેલી ઈંગ્લેન્ડને ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ મોટો ઝટકો આપ્યો હતો. તેણે પહેલી જ ઓવરમાં એલેક્સ હેલ્સને બોલ્ડ કર્યો હતો. આ પછી જોસ બટલરે ઈનિંગની કમાન સંભાળી અને તે પણ 17 બોલમાં 26 રન બનાવીને આઉટ થઈ ગયો. તેની આ ટૂંકી ઇનિંગ્સમાં તેણે શાનદાર સિક્સ ફટકારી હતી.

વાસ્તવમાં નસીમ શાહ પાકિસ્તાન માટે પાંચમી ઓવર લાવ્યો હતો. આ ઓવરના ચોથા બોલ પર બટલરે પોતાનો ક્લાસ બતાવતા બોલને વિકેટકીપરની ઉપર સિક્સર પર મોકલી દીધો. બોલ 141 Kph હતો, જેના પર બટલરે ક્લાસ બતાવ્યો. મોહમ્મદ રિઝવાન પણ બટલરની છગ્ગા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો હતો

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!