Sports

વર્લ્ડકપ 2023 પેહલા જ ઓસ્ટ્રેલિયા ટીમને લાગ્યો આ મોટો ઝટકો!! એવુ તો શું થયું જાણી લ્યો.

આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ 2023 રમાવાનો છે. જેના માટે તમામ ટીમોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપ 2023 પહેલા એશિયા કપ 2023 રમવા માટે શ્રીલંકા જઈ રહી છે. તો ત્યાં ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે વનડે સિરીઝ રમવાની છે. ઓસ્ટ્રેલિયાની ટીમને દક્ષિણ આફ્રિકા અને વર્લ્ડ કપ 2023ની વનડે શ્રેણી પહેલા જ મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયન ટીમના 4 દિગ્ગજ ખેલાડીઓ વર્લ્ડ કપ પહેલા ઈજાગ્રસ્ત થયા છે. જેના કારણે આ તમામ સાઉથ આફ્રિકા સામેની વનડે સીરીઝનો ભાગ બની શકશે નહીં.

પેટ કમિન્સ-સ્ટીવ સ્મિથ સહિત આ 2 ખેલાડીઓ પણ ઈજાગ્રસ્ત થયા હતા ઓસ્ટ્રેલિયાને આ વર્ષે વર્લ્ડ કપ રમવા માટે ભારત જવાનું છે. જેના માટે ટીમે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી મહિને ઓસ્ટ્રેલિયાએ આ શ્રેણીમાં દક્ષિણ આફ્રિકા સામે વનડે શ્રેણી રમવાની છે. પરંતુ તે પહેલા ઓસ્ટ્રેલિયા માટે ખૂબ જ ખરાબ સમાચાર આવ્યા છે. ટીમના કેપ્ટન પેટ કમિન્સ તેમજ 4 ખેલાડીઓ ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.

આ 4 ખેલાડીઓમાં પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ અને મિચેલ સ્ટાર્કનું નામ પણ સામેલ છે. આ 4 ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના સૌથી સિનિયર ખેલાડી છે. તેમની એક સાથે ઈજાઓ ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો બની ગઈ છે.

આવતા મહિને ઓસ્ટ્રેલિયાએ દક્ષિણ આફ્રિકામાં 5 વનડે સીરીઝ રમવા જવાનું છે. શ્રેણીની પ્રથમ મેચ 7 સપ્ટેમ્બરે રમાશે. આવી સ્થિતિમાં ઓસ્ટ્રેલિયા માટે 4 દિગ્ગજ સૈનિકો એકસાથે ઘાયલ થવું ખૂબ જ ચિંતાજનક છે. પેટ કમિન્સ ઘાયલ થયા બાદ હવે મિશેલ માર્શ ઓસ્ટ્રેલિયાની કમાન સંભાળતો જોવા મળશે.

વર્લ્ડ કપ 2023 જીતવો મુશ્કેલ બનશે! પેટ કમિન્સ, ગ્લેન મેક્સવેલ, સ્ટીવ સ્મિથ અને મિશેલ સ્ટાર્કની ઈજાઓ એકસાથે ઓસ્ટ્રેલિયા માટે મોટો લાલ ઝંડો સાબિત થઈ શકે છે. સપ્ટેમ્બરમાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ બાદ ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023 રમવા માટે ભારત જવાનું છે. જો ત્યાં સુધીમાં આ ખેલાડીઓ ઈજામાંથી સાજા નહીં થાય તો ઓસ્ટ્રેલિયા માટે વર્લ્ડ કપ 2023 ઘણો મુશ્કેલ બની શકે છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો! <