Sports

ડિકોક,રોહિત કે શમી નહીં પણ ભારતનો આ પ્લેયર જીત્યો “પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ” નો એવોર્ડ ! જાણો કોણ છે આ પ્લેયર ?

ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો હતો. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હોવા છતાં ભારતીય ખેલાડીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

સ્પોર્ટ્સ ડેસ્ક, નવી દિલ્હી ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો હતો. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હોવા છતાં ભારતીય ખેલાડીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. વર્લ્ડ કપ 2023માં કોહલીનું બેટથી પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કિંગ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને 11 મેચમાં 765 રન બનાવ્યા. વિરાટે સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી હતી જ્યારે ફાઈનલ મેચમાં પણ વિરાટે અડધી સદી ફટકારી હતી.

ગોલ્ડન બોલ પણ ભારતીય બોલર મોહમ્મદ શમીએ કબજે કર્યો હતો. શમીએ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને 7 મેચમાં 24 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં શમીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું અને તેણે સાત વિકેટ ઝડપી હતી.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો! <