લોકો પોતાનું ટેલેન્ટ બતાવવા માટે કંઈ પણ કરતા હોય છે,અને તેવું જ એક ટેલેન્ટ વડગામના જલોત્રા ગામે એક વ્યક્તિએ કરી બતાવ્યું છે તેમને શ્રીફળ માંથી જુદી જુદી પ્રકારની અઢીસો જે પણ વધારે વસ્તુઓ બનાવી છે. જલોત્રા ગામે રહેતા શંકરભાઈ સાત વર્ષ પહેલા કલર કામ કરતા હતા અને તે જ સમયે તેમના હાથમાં એક વખત શ્રીફળ આવી ગયું હતું ત્યારે તે વખતે પણ મેં ઘસીને તેને પેઇન્ટિંગ કર્યું હતું અને તેમાંથી ટી કપ બનાવી દીધો હતો. આમ એક વખત તેમને શ્રીફળ માંથી એક સરસ વસ્તુ બનાવી તેના જ આધારે તેમને જુદી જુદી વસ્તુઓ બનાવીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે.
શંકરભાઈએ બનાવેલી મનમોહક વેરાઈટીને જોવા માટે લોકો ઘણી બધી દૂરથી આવે છે, આમ બનાસકાંઠા જિલ્લાના જલોત્રા ગામના શંકરભાઈએ શ્રીફળ માંથી જુદી જુદી ઘણી બધી વસ્તુઓ બનાવી છે, અને તેમને આ દરેક વસ્તુઓ કોઈ પણ ટેકનોલોજીનો ઉપયોગ કર્યા વગર પોતાના હાથથી જ બનાવી છે. તેથી તે વસ્તુઓ ખૂબ જ સુંદર લાગે છે. તમે પણ આ ચીજ વસ્તુઓ જોઈને ચોંકી ઉઠશો, તેમને ઘણી બધી વેરાઈટી બનાવી છે અને તેને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે, અને ખરીદી પણ જાય છે. આમ શંકરભાઈ ને આ અલગ અલગ વસ્તુઓ બનાવવા માટે એક દિવસનો સમય લાગે છે જ્યારે ઘણી બધી તો એટલી સુંદર વેરાઈટી હોય છે કે તેને બનાવતા બે થી ત્રણ દિવસ પણ લાગી જતા હોય છે.આમ શંકરભાઈ પોતાના સ્ટોલ તથા આજુબાજુમાં મેળો થતો હોય ત્યાં પોતાની આ દરેક વસ્તુ વેચતા હોય છે.
શંકરભાઈ સાથે વાતચીત કરતા તેમને કહ્યું હતું કે હું આ કામ છેલ્લા સાત વર્ષથી કરું છું, અને છેલ્લા સાત વર્ષથી શ્રીફળમાંથી જુદી જુદી વસ્તુઓ બનાવું છું. આમ મેં અત્યાર સુધી અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારની વેરાઈટી બનાવી છે. જેમાં નારીયેળી, ફૂલદાની, કુલ, કપ અલગ અલગ પ્રકારના બાઉલ, જગ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ બનાવી છે. અને તેમને જણાવ્યું હતું કે તે આ વસ્તુઓ કોઈ પણ ટેકનોલોજી ના ઉપયોગ વગર જ બનાવે છે અને તેમને તેવું પણ કહ્યું હતું કે એક વસ્તુ બનાવવા માટે બે થી ત્રણ દિવસ પણ લાગી જાય છે. મારી અમુક વસ્તુઓ 400 થી 500 રૂપિયામાં વેચાય છે જ્યારે કપ જેવી વસ્તુઓ હું માત્ર 100 રૂપિયામાં જ વેચું છું એવું તેમણે જણાવ્યું હતું.
શંકરભાઈએ કહ્યું હતું કે પહેલા તો હું કલર કામ કરતો હતો પરંતુ એક દિવસ જ્યારે મારા હાથમાં શ્રીફળ આવ્યું ત્યારે તેને ઘસ્યું ત્યારે તે ચમકતું થયું, અને તેને વચ્ચેથી કાપીને મેં બાઉલ બનાવ્યો, અને તેમાંથી એક કપ બનાવ્યો હતો. આમ કબ બનાવ્યા પછી મને વિચાર આવ્યો કે હું તેમાંથી ઘણી બધી અલગ અલગ વસ્તુ બનાવી શકો છો અને આમ મને તેનાથી જ અલગ અલગ વિચારો આવતા ગયા અને હું તેમાંથી અલગ અલગ વસ્તુઓને બનાવતો ગયો આમ મારું મોટા ભાગનું વેચાણ મેળામાં થતું હોય છે જ્યારે અમુક લોકો તો સુરત બાજુથી પણ મારી આ વસ્તુઓ લેવા માટે આવતા હોય છે. લોકો હશે હશે મારી દરેક વેરાઈટીને જોતા હોય છે અને તેને ખરીદીને લઈ જતા હોય છે.