હાલમાં જ્યાં જુઓ ત્યાં માત્ર અને માત્ર ગરબાની જ ચર્ચા થઈ રહી છે. ગુજરાતીઓ નવરાત્રી ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તેમજ અત્યારથી જ ટેબલ તૈયારીઓ ચાલુ કરી દીધી છે અને આમ પણ એક વાત તો સો ટકા સાચી છે કે ગુજરાતીઓની ગરબે રમવા માટે માત્ર નવરાત્રીની રાહ જોવી નથી પડતી કારણ કે ગુજરાતી અને ગરબા એ બંને તો પરસ્પર એક જ છે.
ગુજરાતીઓને ગરબા રમવા માટે કોઈ કારણ શોધવાની જરૂર નથી પડતી કારણ કે કોઈ પણ શુભ પ્રસંગ હોય શુભ અવસર હોય ત્યારે ગરબા તો અચૂક પણે રમાય છે એટલે જ તો કહેવાય છે ને કે ગુજરાતીને ગરબા એ એક સિક્કાની બે બાજુ છે.
ના છોકરાઓ થી લઈને વડીલો સુધી તમામ લોકોને ગરબા રમવા તો બહુ જ ગમે અને ગરબા રમવા માટે કંઈ ઉંમરની કોઈ બાંધછોડ નથી હોતી તમને ખ્યાલ હશે કે સોશિયલ મીડિયામાં એક માજીમા નો વિડીયો વાયરલ થયો હતો આ માજી એવા ગરબા રમતા હતા.
આજની જુવાન છોકરીઓ પણ તેમની સામે ઝાંખી લાગે કારણ કે આટલી ઉંમરે એ પણ જ્યારે ઘૂંટણોમાં દુખાવો હોય અને શરીર સાથ ન આપતું હોય એવા સમયગાળામાં ગરબા રમવા એ બહુ મોટી વાત છે પરંતુ કહેવાય છે ને જો ઉત્સાહ અને ઉમંગ સાથે કોઈપણ કાર્ય કરવામાં આવે તો એ ક્યારે એળે નથી જતું અને આ વાત તે માજી એ સાબિત કરી બતાવેલ.
વધુ એક કાકા નો વિડીયો વાયરલ થયો છે આ વિડીયો જોઈને તમને એ ચોક્કસ સમજાઈ જશે કે ઉંમર એ માત્ર ખાલી આંકડો છે એ જ એ જસ્ટ નંબર એનાથી બીજું કાંઈ નહિ કારણ કે કોઈ પણ ઉંમરે કોઈપણ કાર્ય કરવું હોય તો તમે કરી શકો બસ તમારું મન દ્રઢ હોવું જોઈએ અને પોતાની જાત પર વિશ્વાસ હોવો જોઈએ.
હું આ કાર્ય કરી શકીશ અને જે કાર્ય કોઈપણ જાતની શરમ વગર કરવામાં આવે કે બીજા લોકો શું કહેશે એ જ કાર્ય તમે સારી રીતે કરી શકશો. તમે આ વીડિયોમાં જોશો કે આ કાકા મોટી ઉંમરના હોવા છતાં પણ એટલા ઉત્સાહ સાથે ગરબા રમી રહ્યા છે કે આજના યુવાનો પણ તમને જોતા રહે ખરેખર હૈયામાં હામ રાખીને જે ગરબા રમે છે એ ખરેખર સાચો ગુજરાતી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો