આપણે સૌવ જાણીએ જ છીએ કે ખજુરભાઈ એટલે કે નીતિનભાઈ જાની એ તેની ટીમ સાથે આખા ગુજરાત મા કેટલી લોક સેવા કરી છે અને અનેક ગરીબો ને ઘર બનાવી આપ્યા છે જેમા તેના રુપીયા અને સમય બન્ને નો ખર્ચ કર્યો છે સાથે સાથે અનેક લોકો ની દુવા પણ મેળવી છે. ખજુરભાઈ એ સેવા મા અંદાજીત એક કરોડ રુપીયા વાપરી નાખ્યા હશે.
ખજુર ભાઈ આટલુ સરસ કામ કરે છે એટલે જ લોકો ની ઈચ્છા એવી છે કે ગુજરાત સરકાર તરફ થી કોઈ સન્માન મળે પરંતુ ઘણા લોકો એવા પણ છે જે ખજુરભાઈ નુ ખરાબ બોલતા અચકાતા નથી અને સાથે સલાહ પણ આપે છે ત્યારે ખજુરભાઈ એ ખુદ આવા લોકો ને કરારો જવાબ આપ્યો હતો. કમેનટ મા અમુક લોકો એ ખજુર ભાઈને કીધું હતુ કે તમે વૃધ્ધો ને તમે વૃદ્ધાશ્રમ મા કેમ નથી મોકલી આપતા ??
ત્યારે વિડીઓ મા ખજુરભાઈ એ કીધું હતુ કે. જયારે અમે આવા વૃધ્ધો ને મળીએ છીએ ત્યારે હુ તેમને પહેલાજ પુછુ છુ કે તમારે વૃદ્ધાશ્રમ મા જાવું છે ?? ત્યારે તેવો સિધ્ધો જ જવાબ આપતા હોય છે કે અમે અમારુ ઘર મૂકી ને શુ કામ જઈએ ???
આ ઉપરાંત ખજુરભાઈ એ કહ્યુ હતુ કે એટલે જ આપણુ ઘર એ આપણુ ઘર પરંતુ અમુક નાલાયક દિકરા દિકરીઓ પોતાના મા બાપ ને વૃદ્ધાશ્રમ મા મુકી આવતા હોય છે. બાકી કોઈ મા બાપ ની એવી ઈચ્છા નથી હોતી કે વૃદ્ધાશ્રમ મા જાય આ ઉપરાંત ખજુરભાઈ એ કહ્યુ હતુ કે અમે લોકો તેમને પૂછીએ કે કેવું ઘર બનાવવું છે નળીયા વાળુ કે પતરા બાળુ તેમને પુછીને જ કરીએ છીએ.