લોકો ને માતાજી મા અને દેવી દેવતાઓ મા અનેરો વિશ્વાસ અને શ્રધ્ધા હોય જે જ્યારે અનેક વખત આવી શ્રધ્ધા સાથે ખાસ પ્રકાર નઈ માનતા રાખવામા આવતી હોય છે. અને કામ થાય ત્યાર આ માનતા અલગ અલગ પ્રકાર પુરી કરવામા આવતી હોય છે ત્યારે ઘણી વખત તુલા કરવાની માનતા પણ કરવામા આવતી હોય છે. તુલા મા જેટલો વજન કોઈ વ્યકિત કે બાળક નો થતો હોય છે તેટલા વજન ની વસ્તુ ને સામે જોખવા મા આવતી હોય છે.
આ જોખાયેલી વસ્તુઓ ને દેવી દેવતા ને ધરવા મા આવતી હોય છે ત્યારે સામાન્ય રીતે આપણે જોતા હોય છીએ કે ખજુર, સાકર જેવી ચિજ વસ્તુઓ ની તુલા કરાતી હોય છે પરંતુ તાજેતર મા પાટણ મા અનોખી રોટલા રોટલી ની તુલા કરવામા આવી હતી અને તુલા થઈ ગયા બાદ અબોલ પશુઓ ને ખવડાવવા મા આવી હતી.
જો આ અંગે વિગતે વાત કરીએ તો ગુજકો માસોલના ડિરેકટર તરીકે ચૂંટાયેલા સ્નેહલભાઈ પટેલની રોટલો, રોટલીની તુલાનો પ્રસંગ યોજાયો હતો. આ પ્રસંગ જયા યોજાયો ત્યા હનુમાનજી નુ મંદિર છે જે રોટલીયા હનુમાનજી તરીકે જાણીતું છે. સિદ્ધહેમ સેવા ટ્રસ્ટના સ્નેહલભાઇ પટેલ દ્વારા પાટણ શહેરમાં રોટલીયા હનુમાન મંદિર બનાવ્યું હતું.
આ મંદિર ની ખાસ વાત કરીએ તો અબોલ પશુ પક્ષી ને ધ્યાન મા રાખીને આ મંદિર બનાવવા મા આવ્યુ છે આ મંદિર મા કોઈ પ્રસાદ ચઢાતો કે નથી એક રૂપિયાની દાન દક્ષિણા લેવાતી. પરંતુ માત્ર ને માત્ર ચડાવા સ્વરુપે રોટલા રોટલી જ લેવામા આવે છે જે અબોલ પશુઓ માટે વપરાઇ છે. આ મંદીર બનાવવા નો મુળ હેતુ અબોલ પશુઓ ની આતરડી ઠારવા નો છે.