Sports

ફાઇનલ હાર્યા બાદ હીબકે ચડયા કોહલી, રોહિત અને સિરાજ ! આ વિડીયો જોઈ તમે પણ ભાવુક જ થઇ જશો..જુઓ વિડીયો

ઓસ્ટ્રેલિયાએ અમદાવાદમાં વર્લ્ડકપ જીતવાના ભારતના સપનાને ચકનાચૂર કરી દીધા છે. વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં કારમી હાર બાદ કેપ્ટન રોહિત શર્મા સહિત ઘણા ખેલાડીઓ પોતાની ભાવનાઓ પર કાબૂ રાખી શક્યા નથી. રોહિત અને મોહમ્મદ સિરાજ મેદાન પર રડતા જોવા મળ્યા હતા. આ દરમિયાન જસપ્રીત બુમરાહ સિરાજને સંભાળતો જોવા મળ્યો હતો. રોહિતે 1 લાખ 30 હજારથી વધુ દર્શકોની સામે આંખોમાં આંસુ સાથે મેદાન છોડી દીધું. વિડીયો જુઓ.

ભલે ભારતીય ટીમ વર્લ્ડકપ જીતી ન શકી પરંતુ વિરાટ કોહલીએ પોતાના પ્રયાસોમાં કોઈ કસર છોડી ન હતી. તેણે પોતાનું આખું જીવન આપી દીધું. સેમી ફાઈનલ અને ફાઈનલમાં 50 થી વધુ સ્કોર બનાવનાર કોહલી માત્ર બીજો ખેલાડી બન્યો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન તેના બેટમાંથી રન ઝરતા રહ્યા. કોહલીએ 11 ઇનિંગ્સમાં 95.62ની શાનદાર એવરેજથી 765 રન બનાવ્યા હતા.

જેમાં 3 સદી અને 5 અડધી સદી સામેલ છે. તેના શાનદાર પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો. ટ્રોફી કલેક્ટ કરતી વખતે તે એકદમ ઉદાસ દેખાઈ રહ્યો હતો.20 વર્ષ પહેલા પણ ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો સામસામે આવી હતી. ત્યારબાદ તે મેચ દક્ષિણ આફ્રિકાના વાન્ડરર્સ સ્ટેડિયમમાં રમાઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Ibhavnagar (@ibhavngar)

આ વર્લ્ડ કપ ફાઈનલની જેમ તે મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ એકતરફી જીત નોંધાવી હતી. સચિન તેંડુલકરે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 673 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થયા બાદ સચિન પણ ટ્રોફી ભેગી કરતી વખતે ખૂબ જ ઉદાસ દેખાઈ રહ્યો હતો.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો! <