સચિન તેંડુલકરના આ રેકોર્ડને ધવસ્ત કરી શકે છે રોહિત શર્મા!! એટલો મુશ્કિલ રેકોર્ડ કે જાણી તમારા હોશ ઉડશે..
એશિયા કપ 2023 30 ઓગસ્ટથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા તેની પ્રથમ મેચ 2 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે રમશે. રોહિત શર્મા આ ટૂર્નામેન્ટમાં ખાસ સિદ્ધિ હાંસલ કરી શકે છે. ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરનો વર્ષો જૂનો રેકોર્ડ તોડી શકે છે. રોહિત એશિયા કપના ODI ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની શકે છે.
સચિને એશિયા કપમાં અત્યાર સુધી ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 23 મેચમાં 971 રન બનાવ્યા છે. સચિને આ દરમિયાન 2 સદી અને 7 અડધી સદી ફટકારી છે. ભારતીય ખેલાડીઓની યાદીમાં રોહિત બીજા નંબર પર છે. તેણે 22 મેચમાં 745 રન બનાવ્યા છે. રોહિતને ટોચ પર પહોંચવા માટે 226 રનની જરૂર છે. તેણે અત્યાર સુધી ટૂર્નામેન્ટમાં એક સદી અને 6 અડધી સદી ફટકારી છે. રોહિતનો સર્વશ્રેષ્ઠ સ્કોર અણનમ 111 રહ્યો છે.
એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાના મામલે શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનથ જયસૂર્યા એકંદરે યાદીમાં ટોચ પર છે. તેણે 25 મેચમાં 1220 રન બનાવ્યા છે. જયસૂર્યાએ 6 સદી અને 3 અડધી સદી ફટકારી છે. બીજા નંબર પર કુમાર સંગાકારા છે. તેણે 24 મેચમાં 1075 રન બનાવ્યા છે. સંગાકારાએ 4 સદી અને 8 અડધી સદી ફટકારી છે. ઓવર ઓલ લિસ્ટમાં સચિન ત્રીજા નંબર પર છે. ચોથા નંબર પર પાકિસ્તાનનો પૂર્વ ક્રિકેટર શોએબ મલિક છે. મલિકે 786 રન બનાવ્યા છે.
તમને જણાવી દઈએ કે એશિયા કપમાં ગ્રુપ મેચો બાદ સુપર ફોર મેચો રમાશે. સુપર ફોરની પ્રથમ મેચ 6 સપ્ટેમ્બરે લાહોરમાં રમાશે. ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 17 સપ્ટેમ્બરે કોલંબોમાં રમાશે. સુપર ફોરની પ્રથમ મેચ સિવાય અન્ય તમામ મેચો કોલંબોમાં જ યોજાશે. ભારતીય ટીમ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે અને બીજી મેચ નેપાળ સામે રમશે.