આપણે સૌ કોઈ જાણીએ છે, કે ઘણા એવા ગુજરાતી કલાકાર છે, જેના વિશે આપણે ભાગ્યે જ જાણતાં હોઈએ છે, આજે અમે આપને પૃવી અને કેતકીનાં માતા પિતા વિશે જણાવીએ.ગુજરાતી રંગભૂમિ લોકપ્રિય નામ એટલે સરિતા જોશી! જેમણે પ્રવીણ જોશી સાથે લગ્ન કર્યા અને તેમના થકી તેમને ત્યાં બે દીકરીઓનો જન્મ થયો કેતકી દવે અને પૂર્વી દવે! આજે બંને દીકરીઓ અભિનય સાથે સંકળાયેલી છે અને તેમની કારકિર્દી પણ સફળતાનાં શીખરો સર કરી ચુકી છે. આજે આપણે સરિતા જોશીની દીકરી કેતકી અને રિદ્ધિ દવે વિશે વાર કરીશું.
આ બંને મા દીકરીઓ દેખાવ એક જ સરખી લાગે છે, ક્યારેક તો લોકો પણ ઓળખવામાં થાપ ખાય જાય છે. ગુજરાતી રંગભૂમિમાં એક જમાનામાં તહેલકો મચાવનાર મશહુર દિગ્દર્શક પ્રવિણ જોશી અને એટલાં જ લોકપ્રિય અભિનેત્રી સરિતા જોશીની પુત્રી કેતકી દવે ગળથૂથીમાં જ રંગભૂમિ અને અભિનયના સંસ્કાર ધરાવે છે. મુંબઈમાં જન્મેલાં કેતકી જોશીએ પ્રાથમિકથી કોલેજ સુધીનું શિક્ષણ મુંબઈમાં જ લીધું છે.
પહેલી વાર તેમણે માત્ર ૬ વર્ષની ઉંમરે રંગભૂમિ પર પદાર્પણ કર્યું હતું.જોકે તેમને ખરી ઓળખ લોકપ્રિય ટીવી ધારાવાહિક ક્યૂંકી સાસ ભી કભી બહુ થીમાં દક્ષા કાકીની ભૂમિકાથી મળી છે. અભિનયમાં દરેક સ્તર પર એકસરખો પ્રભાવ ધરાવતા કેતકી દવે આ ભૂમિકાથી કોમેડી રોલ માટે મશહુર બન્યાં હતાં.
કેતકી દવે અને રસિક દવેની પુત્રીને અભિનય કલા વારસામાં મળી છે. નાની અને ગુજરાતી રંગભૂમિના વરિષ્ઠ કલાકાર સરિતા જોષીએ રિદ્ધિમાં રહેલી આ કળાને પારખી અને તેને આગળ વધવા પ્રોત્સાહન આપ્યુંરિદ્ધિ દવેને થિએટર પ્રત્યે વધુ લગાવ છે. ધારાવાહિક કે શૉ કરતા તે થિએટર વધુ કરવા માંગે છે
કેતકી દવે અને રસિક દવેની આ પુત્રીના લોહીમાં જ અભિનય છે.દીકરી નંબર વનથી કારકિર્દી શરૂ કરનાર રિદ્ધિ દવે માતા અને નાની પાસેથી મળેલો વારસો જાળવી રાખવા માંગે છે. આજે બંને મા દીકરીઓ અભિનયની કળા સાથે જોડાયેલ છે.હાલમાં સરિતા જોશી ખૂબ જ વૈભવશાળી અને સુખી જીવન જીવે છે અને અભિનય સાથે જ જોડાયેલ છે અને હાલમાં અનુપમાં સીરિયલમાં કામ કરી રહ્યા છે.