હાલમાં દિવસેને દિવસે ઇન્ટરનેટ યુગમાં લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. કોઈ મોબાઈલ એપ્લિકેશનથી છેતરપિંડીનો ભોગ બને છે, તો કોઈ ફિશિંગ વેબસાઇટનો શિકાર બને છે. ફિશિંગ એટેકથી બચવા માટે શું કરવું જોઈએ તે અમે જણાવીશું. દિવ્યભાસ્કર દ્વારા ખાસ અહેવાલ પ્રસારિત કરવામાં આવેલ અને જેના આધારિત અમે આપને સંક્ષિપ્ત માહિતી જણાવીશું.
ફિશિંગ દ્વારા ઓરિજિનલ વેબસાઈટમાં એના URL બદલીને નવું ડોમેન રજિસ્ટર કરીને કે સબ ડોમેન લઈને લિંક પ્રસારિત કરે છે.વેબસાઈટ અપલોડ કરી એને ડેટાબેઝ લિંકના માધ્યમથી સોશિયલ મીડિયા પર પ્રસારિત કરે છે.
લોકોને છેતરવા માટે હાલમાં ખાનગી કંપનીના નામે વસ્તુને મફતમાં આપવાના નામે સ્કેમ ચાલી રહ્યો છે. કોઈપણ લિંક આવે તો એની તપાસ કર્યા વગર ક્લિક ન કરવું જોઈએ અને લિંક પર ક્લિક થઈ જાય તો એ મોબાઈલના ડેટા ચોરી લે છે.
આવી છેતરપિંડી કરનાર વેબસાઈટ પર મૂળ વેબસાઈટના ફોટો સ્પષ્ટ હોતા નથી તેમજ વેબસાઈટ અપડેટ હોતી નથી અને લખાણમાં જોડણીની ભૂલો ખૂબ જ હોય છે. સૌથી ખાસ વાત એ કે વેબસાઈટમાં માત્ર હોમપેજ હોય છે, અન્ય લિંક હોતી નથી
અન્ય લિંક હોય તો ખૂલતી નથી અથવા અન્ડર મેઇન્ટેનન્સ બતાવે છે. વેબસાઈટ સાયબર સ્પેસમાં કે બ્રાઉઝર પર જોવા નથી મળતી
ફિશિંગ વેબસાઈટ માત્ર લિંકના માધ્યમથી ઓપન થાય છે.
જેથી તમારા સ્માર્ટફોનથી ટ્રાન્ઝેક્શન કરવા શું સાવચેતી રાખશો? એ વાતનું ધ્યાન રાખવું કે ઓથોરાઈઝ એપ્લિકેશન કે વેબસાઈટ વાપરો તેમજ કોઇ લિંક દ્વારા પેમેન્ટ ન કરો અને એપ્લિકેશન અપડેટ કરતા રહો. સાવચેતી પૃવક યોગ્ય તપાસ કર્યા બાદ જ પેમેન્ટ કરો અને મોબાઈલમાં એન્ટી વાયરસ સોફ્ટવેર રાખો. સાવચેતી એજ સલામતી છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.