લ્યો બોલો આ ગામ મા લસણ અને ડુંગળી ખાવા પર છે પ્રતિબંધ! આવુ કરવા પાછળ નુ કારણ જાણી ચોંકી જશો
આપણે સૌ કોઈ જાણીએ છે કે, આજના સમયમાં અનેક ધર્મોમાં અને સંપ્રદાયમાં ડુંગળી લસણ ખાવાની પરવાનગી નથી. આમ પણ કહેવાય છે ને કે, લસણ ડુંગળી ખાવાથી મગજ તમાસી વૃત્તિનો થાય છે. આ જ કારણે લસણ ડુંગળીનું સેવન કરવું અમુક ધર્મોમાં નિષેધ છે. આજે અમે આપને એક એવા ગામ વિશે જણાવીશું જ્યાં આખા ગામમાં ડુંગળી લસણ ખાવાની મનાઈ છે. હવે તમે વિચારશો કે આવું કેમ ? તો અમે તમને આ રસપ્રદ વાત અને તેની પાછળ છુપાયેલ રહસ્યમય વાત વિશે જણાવીએ.
આપણે ત્યાં દરેક શાકનો વઘાર લસણ વિના અધૂરો છે. આમ પણ ડુંગળી માત્ર ખાવાનો સ્વાદ જ નથી વધારતી પણ સ્વાસ્થ્યને પણ અસંખ્ય ફાયદા આપે છે. અહીં ઘણા ઘર એવા છે જ્યાં ડુંગળી અને લસણના ઉપયોગ વિના મોટાભાગની શાકભાજીનો સ્વાદ નીરસ થઈ જાય છે. આજે અમે આપને એક એવા ગામ વિશે વાત કરીશુ જ્યાં ડુંગળી ખાવા પર પ્રતિબંધ છે.
બિહારના જહાનાબાદના ત્રિલોકી બિગહા ગામની, જે જિલ્લાથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર છે, કારણ કે આ આખા ગામમાં કોઈ ડુંગળી ખાતું નથી. આખા ગામમાં બજારમાંથી ડુંગળી અને લસણ લાવવાની પણ મનાઈ છે.અહીંયાં ના લોકોનું કહેવું છે કે તેમના પૂર્વજો પણ ડુંગળી-લસણ ખાતા ન હતા આ જ કારણે પરંપરા તોડી નથી.
આ ગામમાં 30 થી 35 ઘરોની મોટાભાગના યાદવ જાતિના લોકો છે જે ડુંગળી અને લસણ કોઈપણ સ્વરૂપે ખાતા નથી. આ ગામમાં એક એવું મંદિર છે જ્યાં દેવતાઓના શ્રાપને કારણે તેમને ડુંગળી-લસણ ખાવાની જરૂર નથી.જેનું નામ ઠાકુરબાડી છે.ગામના લોકોનો દાવો છે કે અહીં રહેતી એક મહિલાના કહેવા પ્રમાણે, ઘણા વર્ષો પહેલા એક પરિવારે આ પરંપરાને તોડવાનો પ્રયાસ કર્યો હતો, જેના પરિણામે તેના ઘરમાં ઘણી અપ્રિય ઘટનાઓ બની હતી.ગામના વડાના જણાવ્યા અનુસાર, આ ગામમાં 35 લોકોનો પરિવાર રહે છે. આ ગામમાં માત્ર લસણ ડુંગળી જ નહીં, માંસ અને દારૂ પર પણ પ્રતિબંધ છે.