ગરીબીમાં જીવીને પણ મા એ ઘરકામ, મંજૂરી કરીને પણ પોતાના પાંચ દીકરાઓને માટે આવું કાર્ય કે આશ્ચય પામી જશો.
આ જગતમાં મા થી મોટું જગમાં કોઈ નથી! મા ઈચ્છે તો કંઈ પણ અશક્ય કાર્ય ને શક્ય બનાવી શકે છે. આજે અમે આપને એક એવા યુવાનની વાત કરીશું જેને પોતાની મા દ્વારા જીવનમાં સફળતાનાં શિખરો સર કર્યા. પોતાના દીકરાને ઉચ્ચ પદવી અપાવવા માટે મા એ દિવસ રાત એક કરીને દીકરાનાં ભવિષ્યને ઉજ્જવળ બનાવ્યું છે. યુવાને પણ ખૂબ જ મહેનત કરીને સફળતા મેળવી છે. આ યુવાન વિશે જ્યારે તને જાણશો તો તમને પણ ગર્વ થશે.
દરેક માતાપિતાઓનું સ્વપ્ન હોય છે કે, તેમના સંતાનનું ભવિષ્ય ઉજ્જવળ બને. આ સફળતાની કહાની છે હ રાજસ્થાનના સીકર જિલ્લાના ખંડેલા વિસ્તારના દુલ્હેપુરામાં રહેતા શાંતિ દેવીનાં સંઘર્ષની જેમના કુખે થી પાંચ દીકરાનો જન્મ થયો. આ મા એ તેમના દરેક દીકરાનો ને ભણતરનું જ્ઞાન આપ્યું. કહેવાય છે ને કે, મા એ ગુરુનું જ રૂપ છે. આજે આપણે દેવીજીના જીવનની એ યાદગાર પળ થી રુબરુ થઈએમ
શાંતિ દેવીએ દીકરાઓની કારકિર્દી બનાવવા માટે સખત મહેનત કરી હતી. તેમના બાળકોની ફી ભરવાના પણ પૈસા ન હતા છતાં પણ તેમને જીવનમા ક્યારેય હાર ના માની. ખરેખર આ ખૂબ જ સરહાનીય વાત કહેવાય. પાંચ દિકરાઓમાં તેમના દીકરા હુકમીચંદે તેમની માતાનું સપનું પૂરું કર્યું છે. ડ ૧૨ માં ધોરણ સુધી ટોપ કર્યું અને પછી આગળ સાયન્સ શાળામાં અભ્યાસ કરીને ઇન્ટરમીડિએટ કર્યું અને તેમાં સારો રેન્ક મેળવ્યો હતો.
હુકમીએ બીટેક પણ કર્યું અને ત્યારે તેઓએ નક્કી કરી લીધું કે તેમને હજુ આગળ વધવું છે. તો તેઓએ વર્ષ ૨૦૧૮ માં આ પરીક્ષા આપીને ૧૮ મોં રેન્ક મેળવીને SDM અધિકારી બનીને તેમના માતાનું સપનું કર્યું. આ કહાની પરથી આપણને એ શીખવા મળે છે કે, તમારા જીવનમાં કોઈપણ પરિસ્થિતિ આવે તો તમારે ક્યારેહ હાર નાં માનવી જોઈએ. હિંમતભેર સાથે તમારા સપનાઓને પુરા કરો.