ઘણી સમસ્યાઓ નો સામનો કરવા છતાં આ યુવતીએ પોતાનું સપનું સાકાર કરી બતાવ્યું અને બનીયા……..
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે માનવી જે પણ ઈચ્છે તેને હાસલ કરી શકે છે આ માટે તેનામાં ફક્ત ઈચ્છા શક્તિ હોવી જોઈએ. માનવી પોતાની ઈચ્છા શક્તિઅને યોગ્ય મહેનત દ્વારા કોઈ પણ કામ કરી શકે છે. માટે જ ગુજરાતી માં કહેવત છે કે, “ નિશાન ચૂક માફ છે પણ નહિ માફ નીચું નિશાન “ માનવી પોતાની સખત મહેનત દ્વારા અસંભવ લાગતા કર્યો ને પણ ઘણા જ આરામથી કરી લે છે.
આપણે અહી એવાજ એક બનાવ વિશે વાત કરવાની છે કે જ્યાં એક મહિલાએ ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરીને પોતાનું સપનું સાકાર કર્યું તો ચાલો આપણે આ સમગ્ર બાબત અંગે વિસ્તારથી માહિતી મેળવીએ. મિત્રો આપણે આજે અહી ડો. પ્રજ્ઞા જૈન અંગે વાત કરવાની છે. કે જેમણે સમાજ સેવાના પોતાના સંકલ્પ ને પૂર્ણ કરવા માટે ઘણી જ મહેનત કરી અને પોતે આઈપીએશ ઓફીસર બનીયા.
જો વાત ડો. પ્રજ્ઞા જૈન અંગે કરીએ તો તેમનો જન્મ ઉતર પ્રદેશ ના બાગપત જીલ્લાના એક નાનકડા ગામ બડોત માં થયો હતો. જો વાત તેમના અભ્યાસ અંગે કરીએ તો તેમણે શરૂઆતનું શિક્ષણ તેમના ગામ માંથી જ મેળવી હતી. તેઓ ૧૦ માં અને ૧૨ માં ધોરણ માં સમગ્ર જીલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નાનપણ થીજ તેમનો સવ્ભાવ ઘણોજ દયાળુ હતો તેઓ કોઈ પણ ની તકલીફ જોઈ શકતા ના હતા. માટે જ તેમણે પિતાની જેમ આયુર્વેદીક ડોક્ટર બનવાનું નક્કી કર્યું.
તેમણે આ માટે મહેનત પણ શરુ કરી અને પોતે ડોક્ટર બનીને પોતાના જ ગામમાં મેડીકલ ખોલ્યું. અને આવી રીતે લોકો ની સેવા કરતા. ત્યાર બાદ તેમના લગ્ન દિલ્હી કરવામાં આવ્યા અને તેઓ દિલ્હી ચાલ્યા ગયા. ત્યાં પણ તેમણે લોકોની સેવા કરવાના વિચારથી કલીનીક શરુ કર્યું. પરંતુ તેમનું સવ્પ્ન હજી વધુ લોકો ને મદદ કરવાનું હતું. માટે તેમણે દેશની સૌથી અઘરી પરિક્ષા એટલે કે યુપીએસસી ની પરિક્ષા આપવાનો નિર્ણય કાર્યોં.
તેઓ પોતાનું આ સપનું પૂરું કરવા માટે ઘણી જ મહેનત કરી હતી. તેઓ છ થી સાત કલાક તેમના કિલનિક પર રહેતા અને બાકીના સમય માં પોતાના આ સપના ની તૈયારી કરતા હતા. તેમણે ત્રીજી વારમાં આ પરિક્ષા પાસ કરીને આઈપીએસ ઓફિસર બન્યા. તેમણે પ્રથમ વખત પરિક્ષા આપી ત્યારે તેઓ પહેલી વારમાં આ પરિક્ષા પાસ કરી શક્યા નહિ. જયારે બીજી વાર માં તેમની તબિયત ખરાબ હોવાથી પ્રિલીમ પાસ કરી શક્યા નહી. હવે તેમના પાસે છેલ્લો મોકો હતો કારણ કે જો તેઓ આજ વખતે આ પરિક્ષા માં પાસ ન થયા તો તેમની ઉમર આ પરિક્ષા માટે વધી જતી હતી. પરંતુ આજ વખતે તેઓ ગર્ભવતી હતા. પરંતુ તેમણે આજ વખતે ઘણીજ મહેનત કરી અને અંતે તેમણે આ પરિક્ષા પાસ કરીને ૧૯૪ મો રેન્ક પણ પ્રાપ્ત કર્યો. તેમણે પોતાના એક ઈન્ટરવ્યું માં જાણવું હતું કે તેમણે આ પરિક્ષા અંગે ઘરે જ મહેનત કરી હતી.