દીપક ચહરે જણાવ્યો પોતાનો એરલાઈન્સનો ખરાબ અનુભવ ! કહ્યું કે સામાન ખોવાય ગયો અને…શું કહ્યું આગળ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર દીપક ચહરે મલેશિયન એરલાઈન્સ પર ગંભીર આરોપ લગાવ્યા છે. ભારતીય બોલરે શનિવારે દાવો કર્યો હતો કે તે ન્યૂઝીલેન્ડથી ઢાકા જઈ રહ્યો હતો ત્યારે એરલાઈન્સે તેનો સામાન ગુમાવ્યો હતો. એટલું જ નહીં, તેને ‘બિઝનેસ ક્લાસ’માં મુસાફરી કરવા છતાં ખાવાનું પણ આપવામાં આવ્યું ન હતું.દીપક ચહરે દાવો કર્યો છે.
દીપક ચહર રવિવારથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી ત્રણ મેચની વનડે શ્રેણી માટે ભારતીય ટીમ સાથે જોડાયો છે. ચાહરે શનિવારે સવારે ટીમના પ્રેક્ટિસ સેશન પહેલા ટ્વીટ કર્યું, ‘મલેશિયન એરલાઈન્સ દ્વારા મુસાફરી કરવાનો ખૂબ જ ખરાબ અનુભવ હતો. પહેલા તેઓએ અમારી ફ્લાઈટ બદલી અને અમને તેની જાણ પણ ન કરી અને પછી બિઝનેસ ક્લાસમાં ખાવાનું પણ ન આપ્યું. હવે અમે છેલ્લા 24 કલાકથી અમારા સામાનની રાહ જોઈ રહ્યા છીએ જ્યારે અમારે આવતીકાલે મેચ રમવાની છે.
એરલાઈન્સે જવાબ આપ્યો. મલેશિયા એરલાઈન્સે ચહરને ફરિયાદ નોંધાવવા માટે એક લિંક મોકલી હતી પરંતુ ક્રિકેટરનું કહેવું છે કે લિંક ખુલી રહી નથી. મલેશિયા એરલાઇન્સે ટ્વિટર પર જવાબ આપ્યો, ‘આ ઓપરેશનલ, હવામાનશાસ્ત્ર અને તકનીકી કારણોસર થઈ શકે છે. અસુવિધા માટે અમે દિલગીર છીએ. ઘણા ખેલાડીઓ ક્રાઈસ્ટચર્ચથી ઢાકા પહોંચ્યા હતા
ન્યુઝીલેન્ડમાં વનડે સીરીઝ ખતમ થયા બાદ દીપક ચહર, મોહમ્મદ સિરાજ, શાર્દુલ ઠાકુર, શિખર ધવન, શુભમન ગિલ અને વોશિંગ્ટન સુંદર ક્રાઈસ્ટચર્ચથી કુઆલાલંપુર થઈને ઢાકા પહોંચ્યા હતા. ફોર્મમાં રહેલા ભારતીય બેટ્સમેન સૂર્યકુમાર યાદવ (આરામ હોવાને કારણે) અને યુવા ઝડપી બોલર ઉમરાન મલિક સીધા જ ભારત આવ્યા, જોકે મલિકને હવે બાંગ્લાદેશનો પ્રવાસ કરવો પડશે કારણ કે ઈજાગ્રસ્ત મોહમ્મદ શમીની જગ્યાએ તેને ODI ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.