Sports

વર્લ્ડકપ જીત્યા બાદ ડેવિડ વોર્નર સાથે એવું તો શું થયું કે તેને ભારતીય ફેન્સને માફી માંગવી પડી ! જાણો શું છે આ પૂરો મામલો…

ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને કારમી હાર આપી હતી. પેટ કમિન્સના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટાઈટલ મેચ જીતીને છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.

મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ 50મી ઓવરના છેલ્લા બોલ પર 240 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 43 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.

“હું દિલગીર છું. તે એક શાનદાર મેચ હતી અને વાતાવરણ અકલ્પનીય હતું. ભારતે ખરેખર શાનદાર પ્રદર્શન કર્યું. તમારા બધાનો આભાર.”

તમને જણાવી દઈએ કે ટ્વિટર પર એક યુઝરે વોર્નરને ગુસ્સે ભર્યો મેસેજ લખ્યો હતો કે તેણે (ભારતીય ટીમ)ના કરોડો ચાહકોનું દિલ તોડી નાખ્યું છે. આના જવાબમાં ઓસ્ટ્રેલિયન ઓપનરે તમામ પ્રશંસકોની માફી માંગી અને એક ખાસ ટ્વિટ શેર કરી.

જો આપણે વર્લ્ડ કપ 2023માં ડેવિડ વોર્નરના પ્રદર્શનની વાત કરીએ તો તમને જણાવી દઈએ કે વોર્નરે ટૂર્નામેન્ટમાં 500થી વધુ રન બનાવ્યા હતા. કુલ 11 મેચોમાં તેણે 48.63ની એવરેજથી 535 રન બનાવ્યા, જેમાં બે સદી અને એક અડધી સદીનો સમાવેશ થાય છે.

અહીં થી શેર કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો! <