ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની ટી-20 સિરીઝ માટે ભારતીય ટિમ થઇ જાહેર ! હાર્દિક પંડયા નહીં પણ આ ખિલાડી બન્યો કેપ્ટ્ન.. નવા નવા ચેહરા ટીમમાં
ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યર છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. ભારતે આ સિરીઝમાં પાંચ T20 રમવાની છે.
ઓસ્ટ્રેલિયા સામેની ટી20 સીરીઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવને ટીમની કમાન સોંપવામાં આવી છે. આ સાથે જ શ્રેયસ અય્યર છેલ્લી બે મેચમાં ટીમ સાથે જોડાશે અને વાઈસ કેપ્ટનની ભૂમિકા પણ નિભાવશે. ભારતે આ સિરીઝમાં પાંચ T20 રમવાની છે. આ શ્રેણી 23 નવેમ્બરથી 3 ડિસેમ્બર વચ્ચે રમાશે. ODI વર્લ્ડ કપ ટીમમાં સામેલ ત્રણ ખેલાડીઓને આ ટીમમાં તક આપવામાં આવી છે. આમાંથી કેપ્ટન સૂર્યકુમાર એકમાત્ર એવા છે જેણે સૌથી વધુ મેચ રમી છે. તેના સિવાય ઈશાન કિશન પણ ટીમમાં છે, જેને પ્રથમ બે મેચ રમવાની તક મળી હતી.
હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા બાદ વર્લ્ડ કપ ટીમમાં સામેલ થયેલા પ્રસિદ્ધ કૃષ્ણાને પણ તક આપવામાં આવી છે. જો કે તે આ ટૂર્નામેન્ટમાં કોઈ મેચ રમ્યો નથી. ODI વર્લ્ડ કપમાં બે સદીની મદદથી 500થી વધુ રન બનાવનાર શ્રેયસ અય્યર શ્રેણીની છેલ્લી બે મેચમાં પણ વાઇસ કેપ્ટન તરીકે રમશે.
છેલ્લી કેટલીક T20 સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરનાર હાર્દિક પંડ્યા ઈજાના કારણે આ ટીમનો ભાગ નથી. તે ચોથી મેચમાં ત્રણ બોલ ફેંકીને વર્લ્ડ કપમાં પણ બહાર થઈ ગયો હતો. આ પછી તે પરત ફરી શક્યો ન હતો. સાઉથ આફ્રિકા સામેની સીરીઝમાં તે ટીમ ઈન્ડિયામાં વાપસી કરે તેવી આશા છે.
ઋતુરાજના નેતૃત્વમાં ભારતે હાંગઝોઉ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જો કે, ટીમની પસંદગી માટે સોમવારે (20 નવેમ્બર) અમદાવાદમાં પસંદગીકારોની બેઠકમાં તેને કેપ્ટન બનાવવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી ન હતી. તેમજ એશિયન ગેમ્સમાં રમી ચૂકેલા ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ અને જીતેશ શર્માને આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી માટે ભારતીય ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રુતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, અવેશ ખાન અને મુકેશ કુમાર.